SaurashtraGujaratRajkot

રાજકોટમાં બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચાર યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ 

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આવી જ એક બાબત રાજકોટથી સામે આવ્યો છે.

રાજકોટના ગોંડલની ગુંદાળા ચોકડી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતના લીધે બંને કારનો કુચ્ચો બોલી ગયો હતો. જ્યારે આ અકસ્માતની ઘટનામાં ચાર યુવકના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, એક સ્વીફ્ટ કાર રાજકોટ તરફથી ધોરાજી તરફના રસ્તા તરફ જઈ રહી હતી. તે સમયે સ્વીફ્ટ કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડીવાઈડરને ટકરાઈને ગોંડલની સાંઢીયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડીથી આવી બોલેરો કારને ટકરાઈ ગઈ હતી. તેના લીધે બોલેરો અને સ્વીફ્ટ કાર બંનેએ પલટી ખાઈ લીધી હતી. આ દરમિયાન સ્વીફ્ટ કાર ચાલકની સ્પીડ વધુ હોવાના લીધે સ્વીફ્ટ કાર ડિવાઈડરને ટકરાઈને બોલેરો કારની ઉપર પડી હતી તેના લીધે બોલેરો કારે પલટી ખાઈ લીધી હતી. તેના લીધે બંને કારનો કુચ્ચો બોલી ગયો હતો. અકસ્માત સર્જાતા બે એમ્બ્યુલન્સથી ઘટનાસ્થળ પર દોડી આવી હતી. મૃતક યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

તેની સાથે જણાવી દઈએ કે, સ્વિફટ કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હતા. મૃતક યુવાનના પરિવારજનો દ્વારા પોલીસનો સંપર્ક કરાયો હતો. જેમાં ધોરાજીના અકસ્માતમાં મોત થનાર યુવાન વીરેન દેશુરભાઈ કરમટાનો આજે જન્મ દિવસ રહેલો હતો. જન્મ દિવસના દિવસે તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેમની સાથે સિદ્ધાર્થ કિશોરભાઈ કાચાનું પણ મૃત્યુ મોત નિપજ્યું છે. હાલમાં વીરેનના માતા-પિતા ગોંડલની સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા છે.

તેની સાથે બે કાર વચ્ચે અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનાઓના પણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ક્રિપાલસિંહ અપરિણીત રહેલા હતા. અકસ્માતની ઘટનાની જાણકારી મળતા ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત તેમનું મિત્રમંડળ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યું હતું.

અકસ્માતની સર્જાયા હોવાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાણકારી મુજબ,  અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોમાંથી બે યુવાન ગોંડલના અને બે યુવાન ધોરાજીના હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, બન્ને કાર સ્પીડમાં હોવાના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.