શિક્ષકો બાદ હવે RTO કચેરીમાંથી સામે આવ્યો મોટો કૌભાંડ, મહિલા અધિકારી ફરજ આવ્યા વગર પગાર લઇ રહ્યા હોવાનો લાગ્યો આક્ષેપ
રાજ્યમાં કેટલીક સ્કૂલોમાં શિક્ષકોની ગેરરીતિ થતી હોવાના સતત મામલા સામે આવ્યા છે. એવામાં છેલ્લા થોડા દિવસોથી બનાસકાંઠા, ખેડા સહિતના જિલ્લામાં શિક્ષકો ગેરહાજર હોવાની ઘટનાઓ સતત સામે આવી છે. જ્યારે આજે આવી જ બાબત હવે RTO કચેરીમાંથી સામે આવી છે.
જાણકારી મુજબ, RTO કચેરીમાં પણ અધિકારીઓ દ્વારા ગેર હાજર હોવા છતાં પગાર લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. RTO ના એક મહિલા અધિકારી ફરજ પર હાજર રહ્યા વગર પગાર લઇ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. નિવૃત મોટર વાહન નિરીક્ષક જી. એમ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મહિલા અધિકારી દ્વારા ફરજ પર આવ્યા વગર જ 15.6 લાખ જેટલો પગાર લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલામાં મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણી દ્વારા નોકરી પર આવ્યા વગર જ પગાર લીધો હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમના દ્વારા રજા મુકવામાં આવી નહોતી અને ફરજ પર હાજર રહ્યા વગર 1 ઓગસ્ટ 2019 થી 31 માર્ચ 2021 સુધી નો પગાર લેવામાં આવ્યો હતો. આ રીતે તેમના દ્વારા 20 મહિનાથી ઘરે રહીને 15 લાખથી વધુ પગાર લીધો હોવાનો જી. એમ. પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ઋત્વિજા દાણી ગાંધીનગરમાં રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમની સામે જરૂરી પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હોવા છતા હજુ સુધી કોઇ પગલા ભરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ પણ નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જી. એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મામલામાં ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ઋત્વિજા દાણી સામે કોઇ પગલા ભરવામાં આવ્યા નથી.