);});
GujaratAhmedabad

ઇસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલને એક વર્ષ બાદ જામીન મળ્યા પરંતુ…..

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. એવામાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના હંગામી જામીન અરજીને લઈને મોટી જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તથ્ય પટેલને એક વર્ષ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા હંગામી જામીન આપવામાં આવ્યા છે. જ્યારે એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ, દાદાના મરણક્રિયાના લીધે તથ્ય પટેલને જામીન આપવામાં આવ્યા હતા. દાદાની અંતિમવિધી બાદ જેલમાં પરત લઇ જવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ૧૯ જુલાઈની રાત્રીના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લેવામાં આવતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલ દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તેના કેસમાં હાલમાં તે જેલમાં રહેલ છે. આ સિવાય સમગ્ર મામલામાં એસ. જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદી જુદી કલમો હેઠળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.