GujaratAhmedabad

ડો. વૈશાલી જોષી આપઘાત કેસને લઈને સામે આવી મોટી જાણકારી…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર ના આપઘાત કેસમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવતા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ક્રાઇમ બ્રાંચના PI બી. કે. ખાચરના આગોતરા જામીન રદ્દ કર્યા છે અને PI ખાચરની અટકાયત કરાઈ હોવાનું સમાચાર સામે આવ્યા છે. જ્યારે હવે આગળની કાર્યવાહી માટે PI ખાચરને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરાશે.

તમને જણાવી દઈએ કે, PI બી. કે. ખાચર દ્વારા હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. તેના પર હાઇકોર્ટમાં 24 જૂનના સુનાવણી રોજ હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા PI બી. કે. ખાચરને તપાસ એજન્સી સમક્ષ હાજર થવા અને તપાસમાં સહકાર આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડો. વૈશાલી જોશી આત્મહત્યા કેસના આરોપી ફરાર પીઆઈ બી. કે. ખાચર 15 જૂનના રોજ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા.

આ બાબતમાં વધુ જણાવી એ દઈ કે, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PI બી. કે. ખાચર સામે 32 વર્ષીય યુવતી ડો. વૈશાલી જોશી આપઘાત માટે ઉશ્કેરવા બદલ IPC ની કલમ 306 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બી. કે. ખાચર દ્વારા તેની સામે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. તેમ છતાં સેશન્સ કોર્ટે અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી.

આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ. આર. મેંગડે દ્વારા ખાચરના વકીલની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, આરોપી પોલીસ અધિકારી હોવા છતાં તે તપાસમાં સહકાર આપી રહ્યા નથી. જ્યારે “આરોપી કોઈ સામાન્ય માણસ નથી પરંતુ એક ઉચ્ચ પોલીસ અધિકારી રહેલ છે. તેને કોઈપણ રીતે રક્ષણ આપી શકાય નહીં, તેની સામે તપાસ થવી જોઈએ.”

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખા-EOW ના ગેટ નજીક છ માર્ચના રોજ વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ રહેલી હતી અને તે ડોક્ટર રહેલ હતી અને શિવરંજની પાસે PG માં રહેતી હતી. ડો. વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની છે.

તમને જણાવી દઈએ કે, આ યુવતી અને ક્રાઇમ બ્રાન્ચની EOW શાખામાં ફરજ બજાવનાર પી. આઈ. બી. કે. ખાચર છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમસંબંધ રહેલા હતા. તેમ છતાં પી. આઈ. ખાચર દ્વારા સંબંધો ઓછા કરી નાખવામાં આવ્યા હતા. એવામાં યુવતી વૈશાલી જોશી તેમને મળવા ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા આવી હતી અને ત્યાં જ તેના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

સ્યુસાઈડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, “મારી સાથે ઈમોશનલ ગેમ થઈ ગયેલ છે, પરિવાર મને માફ કરજો.” તેની સાથે ડો. વૈશાલી દ્વારા પોતાના મોત મામલે પી. આઈ. ખાચરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સ્યુસાઈડ નોટમાં તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેના અંતિમ સંસ્કાર પી. આઈ. ખાચર દ્વારા કરવામાં આવે.