GujaratAhmedabad

હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં આપ્યું આજે રેડ એલર્ટ

રાજ્યમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેના લીધે અનેક જિલ્લાઓમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. એવામાં રાજ્ય પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થયેલ છે. તેના લીધે છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને વધુ એક આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હજુ પણ વરસાદી માહોલ રહેવાનો છે.

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ મુજબ, આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પરિસ્થિતિ આવી જ રહેશે. કેમકે આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેની સાથે મધ્ય ગુજરાતને વરસાદથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તેની સાથે 29 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે, 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે. સાથો સાથ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત ઘટશે. જો કે, છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.