GujaratAhmedabad

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે વરસાદ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં વરસા દનો રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓ માં પૂરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. એવામાં રાજ્યમાં ફરી વરસાદી માહોલને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ફરી ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ, દરિયામાં સર્જાયેલી લો સિસ્ટમ નાં લીધે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે ચાર લો સિસ્ટમ સક્રિય થવાના લીધે હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેની સાથે આજે પણ રાજ્યના કેટલાક તાલુકામાં વરસાદી માહોલ રહેવાનો છે.

હવામાન વિભાગ દ્વારા આજે પાંચ સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદમાં વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે.

હવામાન વિભાગ દ્વારા તેની સાથે આગાહી કરવામાં આવી છે કે, છ સપ્ટેમ્બરના કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવેલ છે.

આ સિવાય શનિવારના સાત સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે આઠ સપ્ટેમ્બરના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.