×
GujaratMadhya GujaratNarendra ModiPolitics

વડોદરામાં PM મોદીએ કહ્યું: પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો,સોનાની ખરીદી ટાળો, સ્કુલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

વડાપ્રધાન Narendra Modi આજે (11 મે) ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ Somnath Templeની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં હાજરી આપ્યા બાદ Vadodara પહોંચ્યા હતા. વડોદરામાં તેમણે સરદારધામના સભામંડપ ખાતે પહોંચીને સરદારધામ-3નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર બાદ મે-2025માં પણ PM મોદી વડોદરા આવ્યા હતા, જ્યારે તેમની છેલ્લી ગુજરાત મુલાકાત 31 માર્ચ, 2026ના રોજ થઈ હતી.PM મોદીના રોડ શોને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ શોને ભવ્ય બનાવવા સમગ્ર રૂટ પર 15 થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં દેશના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ PM ગુજરાત આવી રહ્યા હોવાથી અભિવાદનની થીમ પણ બંગાળની સંસ્કૃતિ પર આધારિત રાખવામાં આવી છે. સમગ્ર રૂટ પર વિશાળ પોસ્ટર-બેનરો, આકર્ષક લાઇટિંગ અને ત્રણ સ્તરની બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન PM મોદીએ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ સહિત વિદેશથી આયાત થતી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, “જેમ કોરોના સદીનું સૌથી મોટું સંકટ હતું, તેવી જ રીતે પશ્ચિમ એશિયાની હાલની સ્થિતિ આ દાયકાનું મોટું પડકાર છે. કોરોનાનો સામનો કર્યો છે, તેમ આ સંકટમાંથી પણ દેશ બહાર આવશે.”

PMએ કહ્યું કે સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે દેશના નાગરિકો પર આ પરિસ્થિતિની ઓછી અસર પડે, પરંતુ હવે જનભાગીદારીની સૌથી વધુ જરૂર છે. તેમણે યાદ અપાવ્યું કે અગાઉ પણ જ્યારે દેશ યુદ્ધ જેવી મુશ્કેલીઓમાંથી પસાર થયો હતો ત્યારે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવી હતી.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, “ભારતના આયાત ખર્ચમાં ક્રૂડ ઓઈલનો મોટો હિસ્સો છે અને હાલમાં તેલ ઉત્પાદક ક્ષેત્રોમાં જ તણાવની સ્થિતિ છે. તેથી જ્યાં શક્ય હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. મેટ્રો, ઈવી બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવો જોઈએ.”

તેમણે સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ચ્યુઅલ મિટિંગ તથા વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા અને સ્કૂલોમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવા અંગે પણ સૂચન કર્યું હતું.