રાજ્યમાં સતત ચાંદીપુરા વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે આજે આવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ના લીધે વધુ એક બાળકનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું છે. ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામના ૧૦ વર્ષિય બાળકમાં ચાંદીપુરા વાયરસ ના લક્ષણો દેખાતા તેને ગોધરા અને ત્યારબાદ બરોડા ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. પાંચ દિવસની સારવાર બાદ ગુરુવાર ના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. અત્યાર સુધીમાં જિલ્લામાં છ બાળકો ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં છ બાળકો ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યા છે. જેમાં અગાઉ મહેમદાવાદના એક બાળકનું શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું હતું. ગુરુવારના ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામના ૧૦ વર્ષના પ્રતિકનું મૃત્યુ નિપજ્યું હતું. બાળક માં ચાંદીપુરા વાયરસ ના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા તેની સારવાર શરૂ કરાઈ હતી.
ત્યાર બાદ દિવસભરની સારવાર બાદ પણ બાળકના આરોગ્યમાં સુધારો જોવા ન મળતા તેને ગોધરા ખાતે રીફર કરાયું હતો. ત્યાંથી વધુ સારવાર માટે બરોડા ની એસએસજી ખાતે રિફર કરાયું હતું. તેમ છતાં પાંચ દિવસમાં ચાંદીપુરા વાયરસ ના લીધે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બાળક ના મોતના પરિવાર સહિત ગ્રામજનોમાં શોકમય વાતાવરણ બન્યું છે.