AhmedabadGujarat

13 વર્ષીય સગીરાને અચાનક ઉપડ્યો પેટમાં દુઃખાવો, કારણ જાણીને પરિવારથી પગ નીચેથી સરકી ગઈ જમીન

અમદાવાદના વટવા વિસ્તારથી એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. વટવામાં એક સગીરાને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેને દવાખાને લઇ જવામાં આવી અને ત્યાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું તો તબીબો પણ ચકિત થઈ ગયા હતા. કેમ કે યુવતીના પેટમાં આઠ મહિના ગર્ભ રહેલું હોવાનું સામે આવ્યું હતું. તેના લીધે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી અને આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા સગીરાના પરિવારની ફરિયાદ આધારે આરોપી સામે ગુનો દાખલ કરી આરોપીની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જાણકારી મુજબ, વટવામાં રહેનાર શ્રમજીવી પરિવારની 13 વર્ષની દીકરીને અચાનક પેટમાં દુખાવો થતા પરિવાર દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે તેને લઇ જવામાં આવી હતી. સગીરાની સોનોગ્રાફી કરવામાં આવી તો તેના પેટમાં 8 માસનું ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. તેના લીધે સગીરા સાથે દુષ્કર્મ થતા સમગ્ર મામલો વટવા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: બાળકીની માત્ર એક ભૂલ કે તેણે રડવાનું શરુ કર્યું, ક્રોધિત માતાએ તેનો જીવ જ લઇ લીધો

તમને જણાવી દઈએ કે, આરોપી અને સગીરા વટવા વિસ્તારમાં જ રહે છે. મજુરી કામ દરમ્યાન એક વર્ષ અગાઉ બંનેએ એકબીજાથી વાતચીત શરુ કરી હતી. જ્યારે આરોપી સગીરા કરતા 10 વર્ષ મોટો પણ રહેલો છે. જ્યારે એક દિવસ સગીરાને મળવા માટે બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

તેની સાથે સગીરાને માટી ખાવાની ટેવ રહેલી હતી. તેના લીધે પેટમાં ફુલતા તેને માટીની ગાંઠ થઈ હોવાની શંકા રહેલી હતી. પરંતુ અચાનક પેટમાં દુ:ખાવો વધી જતાં સગીરાને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન સગીરાને આઠ મહિનાનું ગર્ભ હોવાની જાણકારી સામે આવી હતી. સગીરાની પૂછપરછ કરતા આરોપી દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા વટવા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી મેડીકલ તપાસ શરુ કરી હતી. વટવામાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાના કેસમાં પોલીસ દ્વારા બળાત્કાર અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: પાટણમાં રાણકી વાવ જોવા આવેલ યુવક પર વીજળી પડતા કરુણ મોત

આ પણ વાંચો: મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયો તોતિંગ ઘટાડો