GujaratAhmedabad

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 24,700 થી વધુ શિક્ષકોની કાયમી ભરતી કરાશે

શિક્ષકોની ભરતી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યારે ટેટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર રહેલા છે. કેમ કે, રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી ને લઇને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દામાં કેબિનેટની બેઠક થઈ હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. એવામાં સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં હવે અંદાજીત 10 હજારથી વધુ જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરાશે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે. આ બાબતમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મોટાભાગે શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય કાયમી શિક્ષકોની ભરતી માટે ગુજરાત સરકાર દ્વારા પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હાલમાં તેને લઈને અંતિમ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પ્રવાસી શિક્ષક ની યોજના રદ કરી તેના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને તે અનુસાર ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.