સુરતના યુટ્યુબરની હત્યાના મામલામાં થયો મોટો ખુલાસો…

સુરતના સલાબતપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ એક યુટ્યુબર ની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ હત્યા બાદ સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત પોલીસ દ્વારા આ મામલામાં સાત બાળ કિશોર સહિત નવ આરોપીઓની ધરપકડ કરી તેઓ ને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તમામ આરોપીઓ મૃતક ના ઘરની બહાર બેસતા હતા જે મૃતકને પસંદ નહોતા તે કારણોસર ઝઘડો થયો હતો. તે અંગેની અદાવત રાખીને આ તમામ આરોપીઓ દ્વારા જુબેરની હત્યા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, સુરતના સલાબતપુરા વિસ્તારના આંજણા ફાર્મ એસ ટી સી બિલ્ડીંગ ની નજીક બે દિવસ અગાઉ કેટલાક અજાણ્યા ઓ દ્વારા યુટ્યુબર ની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ યુવકો દ્વારા 34 થી વધુ ચપ્પુના ઘા ઝીંકી હત્યા તમામ લોકો નાસી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. આ ઘટનાને લઈને સલાબતપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને શોધવા અલગ-અલગ વિસ્તારમાં મોકલવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલામાં પોલીસ દ્વારા જાણકારીના આધારે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરી હત્યાના ગુનામાં કુલ નવ લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ દ્વારા પૂછપરછમાં હત્યાનું જે કારણ સામે આવ્યું છે તે જાણીને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. થોડા દિવસ અગાઉ હત્યારાઓ આંજણા ફાર્મ એચ. ટી. સી. માર્કેટ 01 સામે મૃતક ના ઘરની બહાર બેસી રહેતા હતા. મૃતકને આ ગમતું નહોતું. તે બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરિયાદી દ્વારા પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. આ અંગેની અદાવત રાખીને તમામ આરોપીઓએ મળીને જુબેર ની હત્યા કરવામાં આવી હતી. મૃતક જ્યારે તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કેટલાક બાળ કિશોરો ત્યાં આવી પહોંચ્યા હતા. આ તમામ લોકો દ્વારા મૃતક ઉપર એક પછી એક હુમલો કરવામાં આવ્યો હતો. આ લોકો દ્વારા અંદાજીત ચપ્પુના 35 જેટલા ઘા મૃતક પર ઝીંકવામાં આવ્યા હતા. ત્યાર બાદ તમામ લોકો નાસી ગયા હતા. આ ઘટના બાદ મૃતકને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં આ સમગ્ર બનાવને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરુ કરી છે.