GujaratRajkotSaurashtra

જેતપુરમાં પરણિત મહિલાની હત્યામાં થયો મોટો ખુલાસો, પ્રેમમાં નિષ્ફળ રહેનાર આરોપીએ છરીના ઘા મારી પતાવી દીધી

રાજ્યમાં સતત હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમ કે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આવી જ એક ઘટના રાજકોટથી શહેરથી થોડા દિવસ પહેલા સામે આવી હતી. રાજકોટના વીરપુર માં ધોળા દિવસે પરણિત મહિલા ની અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. મજૂરી કામ કરનાર પરણિત મહિલા ખેતરમાંથી પસાર થઈ રહી તે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હવે આ મામલાને લઈને મોટી જાણકારી સામે આવી છે.

જેતપુર તાલુકાના જલારામ વીરપુર માં રહેનાર કંચનબેન ચાવડા નામની પરણિત મહિલા જેતપુરમાં આવેલ એક કારખાનામાં મજૂરી કામ કરતા હતા. એવામાં તે કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ જવા માટે જલારામ નગરના રસ્તા પર આવનાર ખેતર તરફ થી જઈ રહ્યા તા. તે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા કંચનબેન પર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા એક આરોપીને ગણતરીના સમયે ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી મહિલાની હત્યા કરીને વિરપુરના બસ સ્ટેન્ડ પાસેથી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તે પહેલા જ આરોપી પોલીસની ઝડપમાં આવી ગયો હતો. આ મામલામાં આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેને તેનું નામ નારણભાઈ કેશુભાઈ ડાલીયા જણાવ્યું હતું. જ્યારે તે જેતપુરના દેરડી ધાર પાસે રહેતો અને તે છૂટક મજૂરી કરીને જીવન પસાર કરતો હતો.

હત્યા બાબતમાં જાણકારી સામે આવી છે. જેતપુરમાં સામાંકાંઠા સ્થિત તેના મકાનમાં 15 વર્ષ પહેલા મૃતક કંચનબેન ચાવડા તેણીના પતિ સાથે ભાડે રહેવા માટે આવી હતી. તે સમયે આરોપી અને મૃતક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ છ એક વર્ષ પહેલા મૃતક તેણીના પતિ ગોવિંદભાઈ વાઘેલા સાથે વીરપુરમાં રહેવા માટે આવી ગઈ હતી. તેના લીધે આરોપીનો સંપર્ક મહિલાથી ઓછો થઈ ગયો હતો. પરંતુ આરોપી નારણ દ્વારા તેનો પીછો છોડવામાં આવ્યો નહોતો. જેમાં કંચનબેન મજૂરી કામ પતાવી પોતાના ઘરે આવી રહ્યા હતા તે સમયે આરોપી યુવકે તેમનો પીછો કર્યો અને છરી વડે તેમના પર હુમલો કરી દીધો હતો. તેના લીધે તેમનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલામાં વીરપુર પોલીસ દ્વારા આરોપીને પકડી આગળ કાર્યવાહી શરુ કરી છે.