GujaratMadhya Gujarat

સાબરકાંઠાના વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસને લઈને થયો મોટો ખુલાસો

સાબરકાંઠાના વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસને લઈને મોટો ખુલાસો થયો છે. વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં જાણકારી સામે આવી છે કે, પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિ દ્વારા પ્રેમીને ખતમ કરવા માટે બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હાલ જયંતિ વણજારા ની ધરપકડ કરી લેવામાં આવી છે. પાર્સલમાં જીલેટીન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડવામાં આવ્યું હતું અને પાર્સલ ખોલતાં જ પ્રચંડ ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા યુવક જિતેન્દ્ર સહિત બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ સિવાય કિશોરી સહિત બે ઈજાગ્રસ્ત પણ થયા હતા.

જાણકારી મુજબ, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામ માં આ ઘટના ઘટી હતી. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાની સાથે જ પ્રચંડ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર અને માસુમ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બ્લાસ્ટની જાણકારી મળતા વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામમાં રામદેવપીરના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેનાર પરિવાર ના ઘરે એક પાર્સલ આવેલ હતું. આ પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ રહેલું હતું તેના લીધે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઇજાગ્રસ્ત પહોંચી હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા. તે દરમિયાન વધુ એક દીકરી મૃત્યુ નીપજ્યું હતું. તેમ છતાં અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી છે. તેમ છતાં આ સમગ્ર બનાવવાની જાણ વડાલી પોલીસને થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ શરૂ કરી હતી.

આ ઘટનામાં જીતુભાઇ હીરાભાઈ વણઝારા અને ભૂમિકાબેન જીતુભાઇ વણઝારાનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે છાયાબેન જીતુભાઇ વણઝારા અને શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા ઈજાગ્રસ્ત છે. તે હાલમાં સારવાર હેઠળ રહેલ છે.