GujaratAhmedabad

ભાજપ નેતા અને પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતા પકડાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છતાં નશા ધુત લોકો જોવા મળી જાય છે. આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદમાં ભાજપના નેતા દારૂના જથ્થા સાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ જયેશ ભાવસાર અને પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ અને ભાજપ નેતા સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ મામલામાં કાર્યવાહી કરતા પોલીસ હેડક્વાર્ટરમાં ASI પ્રવિણ ચૌહાણ અને ભાજપ નેતા જયેશ ભાવસારની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને સાબરકાંઠા પહોંચતા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વિદેશી દારૂ, કાર અને મોબાઈલ સહિત સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી છે. ભાજપ નેતા અને તેના સાગરીતો રાજસ્થાનથી ગુજરાત તરફ 34 દારૂની પેટી ભરી આવી રહ્યા હતા. એવામાં  બાતમીના આધારે ચિઠોડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપીઓમાં પ્રવિણકુમાર ધનજીભાઈ ચૌહાણ, જયેશભાઇ ભરતભાઈ ભાવસાર, પ્રહલાદભાઈ ઓમપ્રકાશભાઈ સોનગરા, કિશોરભાઈ કનૈયાલાલ વંજાણી અને ભરત નો સમાવેશ થાય છે.