AhmedabadGujarat

કુતરાના પ્રેમ પ્રકરણમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી

યુવક યુવતીના પ્રેમપ્રકરણમાં હિંસક બનાવો વિશે તમે અનેક વખત સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું કુતરાના પ્રેમના કારણે થઈને બે જૂથો આમને સામને આવી ગયા હોય?ગાંધીનગરના એક ગામમાં સોમવારે કુતરાના પ્રેમના કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં બંને જૂથોએ એકબીજા ઉપર લાકડીઓ વરસાવી તેમજ પથ્થરમારો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામ તાલુકાના પહાડિયા નામના ગામમાં વસવાટ કરતા એક યુવકે રખિયાલ પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે પણ અમારુ પાળતુ કૂતરુ બહાર વોક કરવા માટે જાય ત્યારે ત્યારે પાડોશીનું પાળતુ કૂતરુ તેની અમારા કૂતરા પાસે આવી જાય છે. મારા પિતા જ્યારે પણ અમારા પાળતું કૂતરાને લઈને વોક કરવા માટે જાય ત્યારે પણ પાડોશીનું કૂતરું એકલતાનો લાભ લઈને અમારા કૂતરા સાથે દુર્વ્યવહાર કરે છે. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે અમારા કૂતરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે.ત્યારે ફરિયાદીને પિતાએ પાડોશીને ફોન કરીને કહ્યું કે, તમારા કૂતરાને સમજાવી દેજો, અમે જ્યારે પણ અમારું કૂતરું લઈને વોક કરવા માટે જઈએ ત્યારે તમારુ કૂતરું ગમે ત્યાંથી આવીને અમારા કૂતરાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. આમ ફોન કરીને ગુસ્સામાં વેટ કરતા મામલો વધુ બીચકયો હતો.

નોંધનીય છે કે, ફોનમાં ઉગ્ર બોલાચાલી થયા પછી બંને પરિવારો મેદાનમાં આવી ગયાં હતાં. અને પછી બંને પરિવારોએ એકબીજા મેદાનમાં પહોંચી ગયો હતો. અને ત્યારબાદ માહોલ ગરમાઈ જતા બંને પરિવારોએ એકબીજા પર પથ્થરમારો તેમજ લાકડીઓ વરસાવી હતી.વડે મારામારી થઈ ગઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે પોલીસ પણ આ કુતરાના પ્રેમ પ્રકરણને કારણે થયેલી મારામરીની ઘટનાને જોઈને અચંબામાં મુકાઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને બંને પરિવારોની પૂછપરછ શરૂ કરી છે. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ બંને પરિવારો વચ્ચે બોલવાના પણ સબંધ નહતા. અને કુતરાના પ્રેમ પ્રકરણને કારણે બંને પરિવારો વચ્ચે મામલો ગરમાઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના બની હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે