GujaratAhmedabad

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ ઝડપાઈ, કેવી રીતે આ ટોળકી આપતી હતી ચોરીને અંજામ?

અમરાઈવાડી પોલીસના હાથે મોબાઈલ ચોરી કરનારી ગેંગ આવી ગઈ છે. આ ગેંગ અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુના  વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી રહેતી હતી. અમરાઈવાડી પોલીસ દ્વારા આરોપી પાસેથી 100 થી વધુ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપી દ્વારા જ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાંથી પણ મોબાઈલ ચોરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં મોબાઈલ ચોરીના બનાવો બનતા પોલીસ દ્વારા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. એવામાં અમરાઈવાડી પોલીસને જાણકારી મળી હતી કે, અમરાઈવાડીમાં મકાન ભાડે રાખીને પાંચ આરોપીઓ રહી રહ્યા છે અને શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા પણ છે. એવામાં આ મકાનની તપાસ કરવામાં આવી તો પોલીસની ટીમ ચકિત થઈ ગઈ હતી. પોલીસને આ ઘરમાંથી 12 લાખથી વધુની કિંમતના 102 મોબાઈલ પ્રાપ્ત થયા હતા. આ તમામ ચોરીના હતા. આ મામલામાં પોલીસ દ્વારા મુદ્દામાલ કરી મહંમદ જહીરુદ્દીન શેખ, જીતેન્દ્ર સહાની, ટીંકુ ચૌધરી, અમિત ચૌધરી અને કરણ મોહતોની ધરપકડ કરવામાં આવી છે.

અમરાઇવાડી પોલીસ દ્વારા પાંચેય આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા એક મોટી જાણકારી સામે આવી છે. આરોપીઓ ઝારખંડથી અમદાવાદ આવતા સમયે ટ્રેનમાં પણ મોબાઈલ ચોરી કરતા હતા. તેએ સિવાય બસ કે રીક્ષામાં પણ મુસાફરી કરતા લોકોના મોબાઈલની પણ ચોરી કરતા હતા. તેના સિવાય કોઈપણ જગ્યાએ ભીડ એકઠી થાય તેવી જગ્યાએ ચોરીને અંજામ આપતા રહેતા હતા. આરોપીઓ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સિવાય આજુબાજુના વિસ્તારોમાં ચોરી કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત

તેની સાથે જાણકારી સામે આવી છે કે, આરોપીઓએ માત્ર સાત જ દિવસમાં 102 મોબાઈલની ચોરી કરી હતા. આ સિવાય એક મોંઘી સાયકલ પણ જપ્ત કરવામાં આવી છે. તેની પણ ચોરી કરવામાં આવી હતી. તેની સાથે 12 લાખથી વધુના મોબાઇલ આરોપીઓ માત્ર 6-7 લાખમા ઓડીસામાં વેંચી પણ દેવાના હતા. તેમ છતાં તે પહેલા જ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં મોબાઈલ અપીલ કરવામાં આવી છે જે વ્યક્તિનો મોબાઈલ ચોરાયો છે તે સંપર્ક કરે.