
અદાણી મેડિકલ કોલેજથી મોટા સમાચાર સામે આવ્યા છે. એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરનાર અમદાવાદની યુવતી દ્વારા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની જાણકારી સામે આવી છે. એવામાં હોશિયાર યુવતી દ્વારા અચાનક ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા બધા ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ થી પરિવાર ભુજ પહોંચી ગયો હતો.
અમદાવાદના નરોડા વિસ્તારની 21 વર્ષીય દેવાંગી મયુરભાઈ પટેલ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું હતું. જ્યારે દેવાંગી મયુરભાઈ પટેલ જી. કે. જનરલ હોસ્પિટલમાં આવેલ અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. બુધવારના સવારના સમયે 8 થી 11 વાગ્યાના સમયગાળામાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર દેવાંગી દ્વારા રૂમના પંખા પર દુપટો બાંધીને ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું હતું.
સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, મૃતક યુવતીને માનસિક તણાવ, ચિંતા જેવા લક્ષણો જોવા મળતા સાયકિયાટ્રીસને બતાવ્યા બાદ તે દવા પણ લઇ રહી હતી. પ્રાથમિક તપાસમાં તણાવમાં આવીને પગલું ભર્યું કે, પછી બીજી તેને લઈને સવાલો ઉભા થયા છે. દિવસભર હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ બહાર નીકળ્યા નહોતા. ઘટનાને લઈએ કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં પણ જાણ કરવામાં આવી હતી. મેનેજમેન્ટ દ્વારા ઘટના દુઃખદ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ભુજ બી ડિવિઝનના પીઆઈ દ્વારા આ મામલામાં જણાવ્યું છે કે, હાલમાં મૃતક યુવતીનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. હાલમાં રૂમમેટની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે સ્ટાફના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. મોતનું કોઈ ચોક્કસ જાણકારી આવી નથી તેને તપાસ હાથ ધરવામાં આવી છે.