);});
GujaratMadhya Gujarat

વડોદરામાં બે દીકરીઓને ઝેર પીવડાવીને માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરામાં માતા દ્વારા બે પુત્રીઓની હત્યા કર્યા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના કારેલીબાગ અક્ષતા સોસાયટી B-66 ઘર નંબર માં ઉપરના માળે આ ઘટના સર્જાઈ હતી. માતા દ્વારા બે પુત્રીઓને ઝેર આપીને હત્યા કરવામાં આવી હતી. ત્યર બાદ  ગળેફાંસો ખાઇને માતાએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં બંને દીકરીઓના મોત કરુણ નિપજ્યા છે. જ્યારે ઘરના મકાન માલિક દ્વારા મહિલાને ગળેફાંસો ખાતા જોઈ જતા તેમના દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના કારેલીબાગ અક્ષતા સોસાયટી B-66 ઘર નંબર માં ઉપરના માળમાં આ ઘટના સર્જાઈ હતી. પતિથી છુટાછેડા લીધા બાદ ડિવોર્સી મહિલા દક્ષા ચૌહાણ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મહિલા દ્વારા પોતાની બંને દીકરીઓને ઝેર પીવડાવી દેવામાં આવ્યું હતું. તેમાં તેની એક દીકરી હની ચૌહાણ T.Y.Bcom માં અભ્યાસ કરી રહી અને બીજી દીકરી શાલિની ચૌહાણ ધોરણ-9 માં અભ્યાસ કરી રહી હતી. દક્ષા ચૌહાણ દ્વારા પહેલા બંને દીકરીઓને ઝેર પીવડાવી ને મોતને ઘાટ ઉતારી નાખી હતી. જ્યારે દક્ષા ચૌહાણ બંને સાથે પુત્રી ઓ સાથે કારેલીબાગ અક્ષતા સોસાયટીમાં રહેતી હતી. 20 દિવસ અગાઉ જ તેણે આ મકાન ભાડે રાખેલું હતું. કારેલીબાગ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આ મામલામાં વધુ કાર્યવાહી શરુ કરી છે.  દક્ષા ચૌહાણ ધોરણ-9 માં અભ્યાસ કરતી શાલીની ચૌહાણની 22,000 રૂપિયાની ફી ભરી ન શકતા આ પગલું ભરવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે

આ મામલામાં ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા  દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આર્થિક સંકડામણ ના લીધે દક્ષા ચૌહાણ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. ઘરનું ભાડું અને સ્કૂલ ટ્યુશનની ફી ભરી ન શકતા સામૂહિક આપઘાતનો પ્લાન ઘડ્યો હતો. દક્ષા ચૌહાણે પહેલા તેમની બે પુત્રીને ઝેરી દવા આપી દીધી હતી. ત્યાર બાદ ગળે ટૂંપો આપી બને દીકરીની હત્યા કરી નાખી હતી. દક્ષા ચૌહાણ દ્વારા પણ ઝેરી દવા પીવા માં આવી હતી અને ગળેફાંસો ખાવા ની તૈયારી કરી રહ્યા હતા તે સમયે મકાન માલિક દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષા ચૌહાણ પાસેથી એક સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે. પોલીસ દ્વારા દક્ષા બહેન સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.