AhmedabadGujarat

બોટાદથી ફરી સામે આવી દુઃખદ ઘટના, એકના એક પુત્રનું મોત થતા પિતાને આવ્યો હાર્ટ એટેક

બોટાદથી એક દુઃખદ ઘટના સામે આવી હતી. બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડૂબવાથી કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, બે યુવાનો તળાવમાં ન્હાવા માટે પડ્યા અને તે અચાનક ડૂબવા લાગ્યા હતા. એવામાં તેમને બચાવવા ગયેલા ત્રણ યુવાનો પણ તેમની સાથે ડૂબી જતા પાંચેય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. જયારે આ ઘટનાને લઈને વધુ એક કરુણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકના પરિવારને આ સમાચાર મળતા તેના પિતાને હાર્ટએટેક આવી ગયો હતો.

આ ઘટનામાં અહેમદ ઉર્ફે ભાવેશ વઢવાણિયા, અશરફ ઉર્ફે રુમિત વઢવાણિયા, જુનેદ અલ્તાફભાઈ કાજી, અસદ આરીફ ખંભાતી, ફૈઝાન નાઝીરભાઈ ગાંજા નામના યુવાનોનું કરુણ મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર રહેનાર જુનેદ અલ્તાફભાઈ કાજીના પુત્રનું કરુણ મોત થયું હતું. એવામાં દીકરાના મોતના સમાચાર બપોરના પરિવારને મળ્યા હતા. એવામાં એકના એક પુત્રનું મોત થતા જુનૈદના પિતા અલ્તાફભાઈ કાજી આઘાત સહન કરી ના શકતા તેમને હાર્ટએટેક આવી ગયો હતો. તેના લીધે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આ પણ વાંચો: બોટાદથી ફરી સામે આવી દુઃખદ ઘટના, એકના એક પુત્રનું મોત થતા પિતાને આવ્યો હાર્ટ એટેક

આ સિવાય બોટાદ શહેરના કૃષ્ણ સાગર તળાવમાં ડૂબી જવાના લીધે પાંચ મુસ્લિમ તરુણના કરુણ મોત નીપજ્યા છે. તેને લઈ મુસ્લિમ સમાજમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ સિવાય ફાયરવિભાગની ટીમ પણ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થોડા કલાકોની જહેમત બાદ પાંચેય યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તમામ મૃતદેહોને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા.