GujaratRajkotSaurashtra

રાજકોટમાં ધોરણ-12 અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલુ ક્લાસે બેભાન થઇ જતા મોત, હાર્ટ એટેકની વ્યક્ત કરાઈ આશંકા

રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતા સમયે ધો.12 નો વિદ્યાર્થી અચાનક ક્લાસરૂમમાં ઢળી પડ્યો હતો. તેના લીધે શાળામ દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ આ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થી ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પર રહેલા તબીબ દ્તેવારા ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપવા બેઠેલો મુદિત નડિયાપરા  નામના વિદ્યાર્થી ને સામાન્ય શરદી ની તકલીફ રહેલી હતી. એવામાં રીસેષ બાદ તે પરીક્ષા આપવા બેઠો અને તેમેં અચાનક ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો.મુદિત નળિયાપરા ની ઉંમર 17 વર્ષ રહેલ છે અને ધો. 12 કોમર્સમાં તે અભ્યાસ કરી રહ્યો હતો. જયારે તેના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

સ્કૂલના શિક્ષક દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, ધો.12 માં ભણનાર વિદ્યાર્થી મુદિતને સવારે ચક્કર આવતા તે બેહોશને થઈ ઢળી પડ્યો હતો. તેના લીધે અમે તાત્કાલિક 108 ને બોલાવી લીધી હતી. ફરજ પરના ઇએમટીએ દ્વારા સ્થળ પર જ CPR અને સારવાર આપવામાં આવી હતી. પરંતુ બેભાન હોવાથી તેને સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા ઇસીજી અને તમામ સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.