વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ LLB નો અભ્યાસ કરનાર વિદ્યાર્થી દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલ મકાનમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ ફતેગંજ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને મૃતદેહ પીએમ અર્થ સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જાણકારી મુજબ, મધ્યપ્રદેશનો રહેવાસી વિદ્યાર્થી પ્રિતમ ચૌહાણ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ગોલ્ફ વ્યુ એવન્યુમાંર રહી રહ્યો હતો અને એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં અભ્યાસ કરી રહ્યો હતો. એવામાં આ યુવકે ગોલ્ફ વ્યુ એવન્યુના મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતા ફતેગંજ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
તેમ છતાં પોલીસને યુવાન પાસેથી કોઈ સુસાઇડ નોટ પ્રાપ્ત થઈ નથી. તેના લીધે ફતેગંજ પોલીસ દ્વારા યુવાનના આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતો હોવાથી પ્રિતમના મિત્રો ગોલ્ફ વ્યુ એવન્યુમાં આવી ગયા હતા. પોલીસ દ્વારા યુવકની આપઘાતનું કારણ જાણવા માટે તેના મિત્રો પૂછપરછ શરુ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, મૃતક વિદ્યાર્થી મૂળ મધ્યપ્રદેશનો હોવાના લીધે પોલીસ દ્વારા તેના પરિવાજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલમાં યુવકનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમ મોકલી દીધો છે.