રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત
રાજકોટ-જામનગર હાઇવે પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. આ અકસ્માત ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના આગળ ભાગનો ભુક્કો થઈ ગયો હતો. અકસ્માતને લીઘે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
આજ સવારના સમયે રાજકોટ-જામનગર હાઇવે પર તરઘડી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક હિમાંશુ પ્રવીણભાઇ પરમાર, અજય પ્રવીણભાઇ જોષી, અજય છગનભાઇ પરમાર અને ટ્રેક્ટરચાલક ખેડૂત કિરીટભાઇ લીંબાભાઇ ડોબરિયાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટથી ત્રણ મિત્રો કારમાં જામનગરમાં જવા માટે જઈ રહ્યા હતા. તેમની કાર પડધરી નજીક પહોંચી તે સમયે આગળ જતા તે ટ્રેક્ટરમાં ઘૂસી ગઈ હતી. તેના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના લીધે કારનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે ટ્રેક્ટરચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. વહેલી સવારે અકસ્માત થતા સ્થાનિક મદદ માટે દોડી આવ્યા હતા. તેની સાથે કારમાં રહેલ ત્રણેય યુવકને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ આ ત્રણેય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
આ પણ વાંચો: કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર
આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત
જ્યારે આ અકસ્માતમાં ટ્રેક્ટરચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના લીધે તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેના લીધે તેમને તાત્કાલિક સત્વર પડધરી ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ ચારેયનાં મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા પડધરી પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમના દ્વારા આ તમામ મૃતદેહને પડધરી ખાતે પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.