
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ધંધુકા-બોટાદ હાઈવે થી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિ હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળ પર જ ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ બાબતમાં ધંધુકા પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે.