VadodaraGujarat

વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એક નું મોત, 30 થી વધુ ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે,  હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા લોકો ભોગ બનતા રહે છે. જ્યારે આવી જ એક ઘટના વડોદરાથી સામે આવ્યો છે.

વડોદરા જિલ્લાના સાંકરદા ગામે ટ્રક અને આઈસર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે.

જાણકારી અનુસાર, ભાદરવા સાકરદા પાસે અકસ્માત સર્જાયો છે. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. સાવલી તાલુકાનાં ભાદરવા સાંકળદા રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. ચાયડા ગામ નજીક બાવાની મડી આગળ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો છે. આઈસરમાં બેઠેલા લોકો અડાસથી નટવર નગર ગામ ખાતે સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગંભીર અકસ્માતના લીધે રસ્તા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે રસ્તા ઉપર ટ્રાફિક જામ થતાં ભાદરવા પોલીસ ઘટના સ્થળ દ્વારા આવી પહોંચી હતી.

પ્રાથમિક જાણકારી અનુસાર, અડાસથી ટેમ્પો ભરીને લોકો સામાજીક પ્રસંગે જવા માટે સાંકરદાના મોક્સી ગામ તરફના રસ્તા પર નીકળેલા હતા. તે સમયે રસ્તામાં સામેથી આવતા ડમ્પરની ટક્કરે ટેમ્પા સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટેમ્પો પલટી જતા તેમાં પાછળ કેબિનમાં બેઠેલા મુસાફરો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના મદદ માટે દોડી આવ્યા હતા. તેના સિવાય અનેક લોકો ઈજા પામ્યા હોવાથી 10 થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી આવી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.