AhmedabadGujarat

ગોધરામાં ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારતા સર્જાયો ભયંકર અકસ્માત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક ગોધરાથી એક દર્દનાક ઘટના સામે આવી છે.

ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ સામે એક સિમેન્ટ ભરેલ ટ્રક ચાલક દ્વારા એકટીવા ચાલક પોલીસ કર્મચારીને અડફેટે લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અડફેટમાં પોલીસ કર્મચારીનું દર્દનાક મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની સાથે તમામ પોલીસ કમર્ચારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં સ્થાનિક પોલીસ વારા ટ્રકને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, રીડર શાખામાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારી પ્રભાતસિંહ લાખાસિહ પગી આજે સવારના પોતાના ઘરેથી નોકરી એસ. પી કચેરીએ જવા માટે નીકળ્યા હતા. એવામાં ગોધરાના બીવી ગાંધી પેટ્રોલ પંપ સામે એક ટ્રક ચાલક દ્વારા પોતાના ટ્રકમાં સિમેન્ટ ભરેલી પોતાની ટ્રક બેફામ ચલાવી એક્ટિવા ચાલક પોલિસ કર્મચારી પ્રભાતસિંહ લાખા સિંહ પગીની એકટીવાને અડફેટમાં લેવામાં આવી હતી. તેના લીધે તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનોમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લાનો આ પ્રગતિશીલ ખેડૂત ઓર્ગેનિક ફાર્મિંગથી કમાય મબલખ નફો

તેની સાથે રીડર શાખામાં ફરજ બજાવનાર પ્રભાસસિહ પગીના મોતના સમાચાર સાંભળતા જ તમામ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળ પર આવી ગયા હતા. હાલમાં પોલીસ દ્વારા ટ્રકને જપ્ત કરીને વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, રીડર શાખામાં ફરજ બજાવનાર પ્રભાતસિંહ પગીને તાજેતરમાં એએસઆઈનું પ્રમોશન પ્રાપ્ત થયું હતું. જ્યારે 2025 માં રિટાયર્ડ થવાના હતા અને આવી ગોઝારી ઘટનાના લીધે પરિવારમાં ગમનું મોંજુ છવાઈ ગયું છે.

આ પણ વાંચો: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની લેટેસ્ટ તસવીરો સામે આવી

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં વધશે ગરમીનો પારો