GujaratMehsanaNorth Gujarat

બાડમેર પાસે બે કારનો થયો ભયંકર અકસ્માત, ખેરાલુના ત્રણ યુવકોના કરુણ મોત

રાજસ્થાનના બાડમેર નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ત્રણેય મૃતક મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના મલાલપુરના હોવાના જાણકારી સામે આવી છે. આ ત્રણેય કૌટુંબિક ભાઈઓ પણ રહેલા હતા. તેમાં પણ એક યુવકના તો ગયા મહિને લગ્ન રહેલા હતા. જ્યારે બે પરિવારોના એક-એકના દીકરાના મોત નીપજ્યા હતા. એવામાં ગામના ત્રણ યુવકોના મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, મલાલપુર ગામના સંદીપ બાબુભાઇ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વીરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી અર્ટિગા ગાડીમાં બેસીને રણુજા જવા માટે નીકળ્યા હતા. એવામાં તેમની ગાડી બાડમેર નેશનલ હાઇવે પહોંચી હતી તે સમયે લવકુશ વિદ્યાલય નજીક સ્કોર્પિયો સાથે તેની ટક્કર થઈ ગઈ હતી. તેના લીધે અકસ્માત ભયંકર અકસ્માત સર્જાયો હતો.

જ્યારે આ અકસ્માતની વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં બે ગાડીઓમાં સવાર લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાં અર્ટિગા ગાડીમાં સવાર સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને સારવાર માટે સાંચોર લઇ જવામાં આવ્યા હતા. તેના સિવાય સ્કોર્પિયો ગાડીમાં સવાર આઠ લોકો પણ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જાતા જ રાજસ્થાનના બાડમેરના સ્થાનિક લોકો દ્વારા બંને ગાડીઓમાં રહેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. તેમાં અર્ટિગા ગાડીના આગળનો ભાગનો દબાઈ ગયો હોવાના લીધે ચાલક ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત કરવી પડી હતી. ત્યાર બાદ તમામને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. એવામાં ગામના ત્રણ યુવકના મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.