Madhya GujaratGujarat

ગુજરાતનું એવું ગામ જ્યાં છેલ્લા ૩૩ વર્ષથી પતંગ ચગાવવા પર છે પ્રતિબંધ

ઉત્તરાયણના પર્વની ધૂમધામથી આજે લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં આજે અમે તમને એક ગામ વિશે બતાવીશું ત્યાં છેલ્લા ૩૩ વર્ષથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવતી નથી. તમે આ વાત સાંભળી જરૂર ચકિત થઈ ગયા હશો પરંતુ આ એક સત્ય વાત છે. પરંતુ આ ગામમાં ઉત્તરાયણની જગ્યાએ ગ્રામજનો દ્વારા ક્રિકેટ રમીને તહેવારની ઉજવણી કરવામાં આવી છે. તેમાં પાછળ દુઃખદ કારણ રહેલું છે. તેની સાથે ઉત્તરાયણના દિવસે ગામમાં કોઈ દ્વારા પતંગ ચગાવવામાં આવે તો તેને દંડ ફટકારવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 33 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણના દિવસે લોકો પશુઓને ઘાસચારો નાખી અને દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. આ ગામમાં અનેક ઘરો ઉપર કઠેડા ના હોવાના લીધે વર્ષો પહેલા અનેક બાળકો પતંગ ચગાવતા સમયે જીવ ગુમાવ્યો હતો. તેના લીધે આ ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ફતેપુરા ગામમાં ઉત્તરાયણના પર્વમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયેલો છે. 1996 માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાના લીધે બે યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. તેના લીધે ગામના વડીલો ભેગા થઈ પતંગ નહીં ઉડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફતેપુરા ગામમાં પતંગ ચગાવવામાં પ્રતિબંધ રહેલો છે. આ સિવાય જો કોઈ પતંગ ચગાવે તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે.