AhmedabadGujarat

અમદાવાદના મકરબા વિસ્તારમાં દીવાલ ધરાશાઈ થતા એક યુવકનું મોત

અમદાવાદના મકરબા વિસ્તારથી મોટી દુર્ઘટના સામે આવી છે. આજ સવારના બિલ્ડીંગની દિવાલ ધરાશાઈ થતા એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડી યુવકના મૃતદેહની બહાર કાઢી પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

જાણકારી મુંબ, મકરબા વિસ્તારમાં ઇનસેપ્તમ નામની નવી બિલ્ડીંગ બની રહે છે તેના ત્રીજા માળની દીવાલ અચાનક ધરાશાઈ થઈ ગઈ હતી. જયારે દીવાલ ધરાશાઈ થતા તેના કાટમાળ નીચે એક યુવક દટાઈ ગયો હતો. આ મામલામાં જાણ ફાયર વિભાગને કરાઈ હતી. ત્યાર બાદ ફાયરની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળની નીચે દટાયેલ યુવકને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી હતી.

તેમ છતાં ફાયરવિભાગ ટીમ યુવકનો જીવ બચાવી શક્યું નહોતું. કેમકે યુવક પર દીવાલ ધરાશાઈ થતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. કેમકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડી યુવકને બહાર કાઢવામાં આવ્યો તો તેનો જીવ ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસને જાણકારી મળી છે કે, આ યુવક રાજસ્થાનનો રહેવાસી છે. હાલમાં પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.