પાટણમાં રાણકી વાવ જોવા આવેલ યુવક પર વીજળી પડતા કરુણ મોત
રાજ્યમાં હાલ ઉનાળાની સીઝનમાં વરસાદી માહોલ બન્યો છે. તેમાં પણ ખાસકરીને, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ બન્યો છે. વરસાદના લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. એવામાં પાટણમાં ભારે વરસાદ સાથે દુઃખદ ઘટના સામે આવી છે.
વરસાદની સાથે પાટણમાં રાણકી વાવ જોવા આવેલા બે પર્યટકો પર વીજળી પડી હોવાની ઘટના સામે છે. તેના લીધે એક યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે જ્યારે બીજા યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
આ ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાના બે મિત્રો રાણકી વાવ જોવા માટે આવ્યા હતા. જેમાં સંદીપ જગદીશભાઈ પ્રજાપતિનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે રોહિત બંસીલાલ મેવાડા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં 30 એપ્રિલ સુધી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં આજે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ બન્યો હતો. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એવામાં વીજળી પડવાના લીધે રાણકી વાવ જોવા આવેલ એક પર્યટકનું કરુણ મોત નીપજ્યું છે.
તેની સાથે જ એક વાત સ્પષ્ટ છે કે, રાજ્યમાં હાલ ભર ઉનાળે વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.