રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. એવામાં આજે જુનાગઢથી આવા જ સમાચાર સામે આવ્યા છે. જેમાં કાર અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જુનાગઢ સોમનાથ નેશનલ હાઈવે આજે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. જાણકારી મુજબ, શાપૂર થી જુનાગઢ તરફ જતા દરમિયાન કાર અને રીક્ષા નો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.
ઘટનાને લઈને લઈને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં રિક્ષામાં સવાર સમીર પલેજા, પ્રવિણ મકવાણા અને રમણીક બોઘા નામના વ્યક્તિઓના ઘટના સ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા બે લોકો ને ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા હતા.
અકસ્માતની જાણકારી મળતા વંથલી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેમના દ્વારા ઇજાગ્રસ્તોને વંથલી હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવાયા હતા. જ્યારે હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એવામાં હાઇવે પરની દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થતા શાપુર ગામ શોકમય વાતાવરણ બન્યું છે. હાલમાં આ મામલામાં વંથલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.