GujaratAhmedabad

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આજે આ જિલ્લાઓમાં વરસાદી માહોલ બનશે

રાજ્યમાં હાલ બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં હવે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, હાલમાં દક્ષિણ ઓડિશામાં એક સિસ્ટમ સક્રિય થયેલ છે. તેના લીધે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ રહેવાનો છે. તેના લીધે લીધે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બનવાના એંધાણ રહેલા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના 14 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા  સાત જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ અને સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, વરસાદ હજુ ગયો નથી.

તમને જાણવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના સામાન્યથી અતિભારે રહેવાનો છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

તેની સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.