AhmedabadGujarat

યુટ્યુબમાં વિડીયો જોઈને હેકર્સ બનેલો આરોપી અમર નાયક હરિયાણામાંથી ઝડપાયો, લોકોને એ રીતે છેતરતો હતો કે…..

અમદાવાદની ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ હેક કરી એજન્સીના માલિકનું લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી યુટ્યુબના વીડિયો જોઈને હેકર્સ બની ગયો હતો. આરોપી દ્વારા ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ હેક કરીને ઓનલાઈન એર ટિકિટ, હોટલ બુકીંગ, બસ બુકિંગ કરી રૂપિયા 7 લાખ 35 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ટિકિટ બુક કર્યા બાદ આ હેકર્સ કંપનીના ખાતામાં માત્ર એકથી દોઢ રૂપિયો જ જમા કરતો હતો અને બાકીના નાણાં પોતાના એકાઉન્ટમાં તે ટ્રાન્સફર કરી દેતો હતો. આ રીતે તેના અનેક લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બાબતમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 21 વર્ષીય આરોપી અમર નાયકને હરિયાણાથી ઝડપી પાડી વધુ કાર્યવાહી શરુ કરી છે. સાયબર ક્રાઈમ દ્વારા આરોપીએ ઉપયોગ લીધેલા જુદા-જુદા ડીવાઈસને જપ્ત કરી લીધા છે.

જ્યારે આરોપી અમર નાયકની વાત કરી તો તેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને તે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે આ ધંધો અપનાવ્યો હતો. તેના માટે આરોપી યુટ્યૂબ પર વેબસાઈટ હેક કરવાના વીડિઓ જોઈને હેકર્સ બની ગયો હતો. છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોની વેબસાઈટ હેક કરીને તેને દ્વારા લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ આરોપી જે કંપનીની વેબસાઈટ નબળી હોય તેને ટ્રાગેટ કરીને હેક કરી નાખતો હતો. આ હેકર્સ વેબસાઈટ હેક કરીને તેમાં બગ્સ ફિક્સ કરી ત્યાર બાદ વેબસાઈટને બ્રિફ કરી નાખતો હતો.