GujaratMehsanaNorth Gujarat

ચાર દિવસની શોધખોળ બાદ ગુજરાતના વીર જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ

મિત્રો, હાલે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સિક્કિમમાં પોતાની ફરજ નિભાવી રહેલા આર્મી જવાન રાયસંગજી તિસ્તા નદીમાં ચાર દિવસ પહેલા લાપતા થયા હતા. આ ઘટનાના ચાર દિવસ પછી હાલ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાના સમાચાર સાંભળતાની સાથે જ તેમના પરિવાર અને વતનમાં તો હાલ માતમ છવાઈ ગયો છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના રાયસંગજી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન દરમિયાન ટેક આર્મીની ટ્રકમાં સવાર હતા અને અચાનક જ તેમનો ટ્રક તિસ્તા નદીમાં ખાબકતા રાયસંગજી ત્યાંથી લાપતા થઇ ગયા હતા. પરંતુ આજે રાયસંગજીનો મૃતદેહ મળી આવતા તેમના પરિવાર અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, રાયસંગજી અને અન્ય એક જવાન શનિવારના રોજ આર્મીની ટ્રક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ તેમની ટ્રક તિસ્તા નદીમાં ખાબકી હતી. ત્યારે તેમની સાથે ટ્રકમાં હાજર રહેલા જવાન ટ્રકની બહાર કૂદી જતા તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ રાયસંગજી ટ્રકમાંથી બહાર નીકળી શક્યા નહોતા. અને તે પણ ટ્રક સાથે તીસ્તા નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ચાર દિવસથી રાયસંગજીની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે હવે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. ચાર દિવસ પછી હવે મૃતદેહ મળી આવતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. કદાચ આવતીકાલ સુધીમાં રાયસંગજીના પાર્થિવ દેહને તેમના મૂળ વતન ખાતે લાવવામાં આવશે.

આ પણ વાંચો: અડધી રાત્રે ઈંટોના ભઠ્ઠામાં લઇ જઇ પતિએ પત્ની સાથે કર્યું કે…

રાયસંગજીના જીવન વિશે જણાવીએ તો, સલીપુર ગામમાં વસવાટ કરતા સવાજી ઠાકોરના પુત્ર રાયસંગજીએ કોલેજ પૂરી કરતાની સાથે જ સેનામાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું. અને તેમણે પ્રથમ પ્રયત્નમાં જ સેનાની પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 2017માં તેઓ આર્મીમાં પસંદગી પામ્યા હતા. જાણકારી અનુસાર, તેમનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે અને બાદમાં સિક્કિમ ખાતે તેમને ફરજ સોંપાઈ હતી. વર્ષ 2019માં રાયસંગજી ઠાકોરના લગ્ન ગોરીસણા ગામે વસવાટ કરતા અનુપજીની દીકરી અસ્મિતા સાથે થયા હતા. લગ્નજીવન પછી તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો.

મિત્રો રાયસંગજીના મૃત્યુ થઈ જતા 8 મહિનાના બાળકે પોગના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેમના પત્ની અસ્મિતા બહેનના જણાવ્યા અનુસાર, રાયસંગજી 10 એપ્રિલના રોજ ઘરે આવવાના હતા પરંતુ હવે આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેઓ છેલ્લે 24 ડિસેમ્બરના રોજ ઘરે આવ્યા હતા અને માત્ર 15 દિવસ રોકાઈને નવ જાન્યુઆરીએ પાછા ફરજ પર પરત ફર્યા હતા.

આ પણ વાંચો: સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલમાં જુગારધામમાં બિલ્ડરો અને ઉધોગપતિઓ ઝડપાયા

આ પણ વાંચો: હવામાનની આગાહી ગુજરાતમાં આગામી ચાર દિવસ રહેશે ભારે, આ શહેરોમાં વરસશે કમોસમી વરસાદ