AhmedabadCorona VirusGujaratMadhya Gujarat

અમદાવાદમાં વધુ 44 કેસ સામે આવતા આંકડો પહોંચ્યો 197 પર, રાજ્યમાં કુલ 328 કેસ

રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે. આજે સવારથી અત્યાર સુધી 70 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે.આરોગ્ય સચિવ જંયતિ રવિએ માહિતી આપતા કહ્યું કે આજે 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદ ની વાત કરીએ તો 540 ટેસ્ટમાંથી 44 પોઝિટિવ કેસ મળ્યાં છે.36 જેટલા પુરુષ અને 8 મહિલાઓ છે. આ સાથે જ આજના દિવસમાં ભરુચમાંથી 3, સુરતમાંથી 3, એમ કુલ એક જ દિવસમાં રાજ્યભરમાંથી 70 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.રાજ્યનો કુલ આંકડો 328 પર પહોંચ્યો છે. વડોદરામાં વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી 59 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

દિલ્હી તબલીઘ જમાતની મરકઝમાંથી આવેલા વધુ 3 લોકોની ઓળખ કરવામાં આવી છે. ત્રણેય ભાવનગરના રહેવાસી છે અને એમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્ય પોલીસ વડા ના જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ 130 લોકોની ઓળખ કરવામાં આવી.હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 66 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે.