ગુજરાતમાં કોરોના બેકાબુ: એકલા અમદાવાદમાં આજે 152 કેસ થતા આંકડો 1248 પર પહોંચ્યો, રાજ્યમાં કુલ 1939 કેસ
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના ના કેસ ખુબ જ વધી રહયા છે.અમદાવાદમાં વધુ 61 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 1248 થયો છે અને 4 લોકો મૃત્યુ પામ્યા છે. અમદાવાદમાં કુલ 49 લોકોના મોત થઇ ચુક્યા છે. આજે પણ મોટાભાગના કેસ કોટવિસ્તાર એટલે કે હોટસ્પોટ વિસ્તારમાંથી જ નોંધાયા છે.1248માંથી 912 જેટલા કેસ કોટ વિસ્તારના છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કુલ 1939 પોઝિટિવ દર્દીઓની સંખ્યા છે. 131 લોકો સારવાર લઈને ઘરે પરત ફર્યા છે જ્યારે 19 લોકો વેન્ટિલેટર પર છે, 1718ની સ્થિતિ સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં 4212 ટેસ્ટ કર્યા,જેમાંથી 196 કેસ પોઝિટિવ આવ્યા હતાં.અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે દિલ્હીની મરકઝમાંથી આવેલા લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધુ થયો છે. 15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું હતું.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કે આજે 91 કેસમાંથી મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી આવ્યા છે. કોરોનાનો સામનો કરવા અમે જાન્યુઆરી મહિનાથી જ તૈયાર હતા.24 જાન્યુઆરીએ તબીબોની ટ્રેનિંગ થઈ હતી.15 માર્ચથી અમદાવાદમાં ત્રીજું સ્ટેજ શરૂ થયું. એપ્રિલમાં ચોથું સ્ટેજ શરૂ થઈ ચૂક્યું છે.22 માર્ચ સુધીમાં 6000 હજાર લોકો આવ્યા તેને કારણે 5-7 લાખ સુધી કોરોના ફેલાયો હોત પણ એવું બન્યું નહીં.