AhmedabadCorona VirusGandhinagarGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSurat

અમદાવાદમાં વધુ 42 કેસ નોંધાતા કુલ આંકડો 404 પર પહોંચ્યો, રાજ્યમાં કુલ 695 કેસ

રાજ્યમાં કોરોના ના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે.દિવસે ને દિવસે વધતા કેસથી હવે ગુજરાતમાં કુલ કેસનો આંકડો 700 ની નજીક છે. 12 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા છે.છેલ્લા 56 નવા કેસમાં 42 કેસ તો માત્ર અમદાવાદના જ છે. અમદાવાદમાં કુલ કેસ નો આંકડો 404 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારોમાં જ વધુ કેસ આવી રહ્યા છે જેના કારણે શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં આજથી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કર્ફ્યુ દરમિયાન બપોરે ત્રણ કલાક માત્ર મહિલાઓ જ જીવનજરુરી ચીજવસ્તુઓ ખરીદવા બહાર નીકળી શકશે તેવું રાજ્યના પોલીસ વડાએ ગઈકાલે જણાવ્યું હતું.

અમદાવાદ સિવાય વાત કરીએ તો સુરતમાં કુલ 48 કેસ, વડોદરામાં 116 કેસ,રાજકોટમાં 18 કેસ, પાટણમાં 14 કેસ, પંચમહાલમાં 5 કેસ, મહેસાણામાં 4 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, ભાવનગરમાં 26 કેસ,ભરૂચમાં 11 કેસ, આણંદમાં 10 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, બોટાદમાં 1 કેસ,ગીર-સોમનાથમાં 2 કેસ,દાહોદમાં 2 કેસ, જામનગર 1 કેસ, કચ્છમાં 4 કેસ, મોરબીમાં 1 કેસ, પોરબંદરમાં 3 કેસ મળીને રાજ્યમાં કુલ 695 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 598 સ્ટેબલ છે અને 30ના મોત થયા છે.

રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસોમાં અમદાવાદમાં સૌથી વધુ 404 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 116, સુરતમાં 48 કેસ છે.અમદાવાદની વાત કરીએ તો કોરોના ના કુલ 6704 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં કુલ 2917 ટેસ્ટ કરવામાં આવ્યા છે.વડોદરામાં 1032 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 150000 થી પણ વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સુરતમાં આજે વધુ ત્રણ કેસ નોંધાયા છે. સુરતમાં એક પોઝિટિવ 45 વર્ષીય મહિલાનું મોત થયું છે. જેથી મોતનો આંકડો પાંચ થયો છે. પાલિકા દ્વારા સતત સર્વે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જેમાં 68 ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં ટેસ્ટ વધતા હવે કેસ પણ વધશે તે નક્કી છે.