અમદાવાદ એરપોર્ટને લઈને મોટી જાણકારી સામે આવી છે. વાસ્તવમાં 15 ઓગસ્ટ અને વિકેન્ડને લઈને અમદાવાદ એરપોર્ટ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવેલ છે. જાણકારી અનુસાર, સ્વતંત્રતા દિવસના કારણે સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. તેની સાથે લોંગ વિકેન્ડ હોવાના લીધે મુસાફરોમાં વધારાની શકયતાને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તે અનુસાર મુસાફરો દ્વારા સિક્યોરિટી હેતુથી વહેલું એરપોર્ટ પહોચવા સૂચન કરવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ પર દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરવા માટે આવે છે. આગામી દિવસોમાં 15 ઓગસ્ટ અને રક્ષાબંધનના તહેવારો હોવાના લીધે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ આવતા હોય છે. તે સમયે હવે સુરક્ષાના હેતુસર અમદાવાદ એરપોર્ટ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવેલ છે. જાણકારી અનુસાર, આગામી 15 ઓગસ્ટના લાંબી રજા આવવાની છે. તેની સાથે વિકેન્ડના લીધે અઠવાડિયામાં ચારથી પાંચ રજાઓ આવવાની છે.
તેની સાથે આ અઠવાડિયામાં રજાઓના લીધે એરપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે. તેના લીધે હવે મુસાફારોના ધસારાને લઇ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મુસાફરોને સિક્યોરિટી હેતુથી એરપોર્ટ પર વહેલું આવવા સૂચન આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આગામી 20 ઓગસ્ટ સુધી આ નવી એડવાઇઝરીનો અમલ કરવામાં આવશે.