અમદાવાદીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. AMTS અને BRTS બસના ભાડા વધવાની હિલચાલ શરૂ થઈ છે. ત્યારે દરરોજ ઓફિસ,કોલેજ તેમજ પોતાના અન્ય કામોને લઈને AMTS અને BRTS બસ સેવાનો ઉપયોગ કરતા લોકોને હવે આ બસ સેવા મોંઘી પડી શકે એમ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદીઓને શહેરમાં દોડતી AMTS-BRTS બસની મુસાફરી કરવી હવે મોંઘી પડી શકે છે. પેટ્રોલ-ડીઝલ તેમજ CNGના ભાવમાં ફેરફાર થતાં તંત્ર દ્વારા AMTS અને BRTS બસ સેવાના ભાડા વધારવા માટેની તૈયારી શરૂ કરવામાં છે. ગમે ત્યારે AMTS-BRTS બસ સેવાના ભાડા વધારાની જાહેરાત થઇ શકે છે. નોંધનીય છે કે, વર્ષ2014માં AMTS અને BRTS બસ સેવાના ભાડામાં વધારો કરાયો હતો. હાલ AMTS બસમાં 3 રૂપિયા લઘુત્તમ જ્યારે 35 રૂપિયા મહત્તમ ભાડું છે. તો BRTS બસમાં 4 રૂપિયા લઘુત્તમ અને 32 રૂપિયા મહત્તમ ભાડું છે.
આ પણ વાંચો: બાપે કર્યું શેતાન જેવું કાર્ય, સગાઈ કરેલી દીકરીને સાંકળથી બાંધીને ઘરમાં પુરી રાખી
તમને જણાવી દઈએ કે, AMC તંત્ર અને ભાજપી સાશકો દ્વારા AMTS -BRTSના ભાડામાં વધારા મામલે હિલચાલ શરૂ કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2014માં આ બસ સેવાઓના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. હાલ તો આ ભાડા વધવાની હિલચાલ શરૂ થતાં દરરોજ AMTS અને BRTS બસોમાં કોલેજ,ઓફિસ અને પોતાના અન્ય કામથી મુસાફરી કરતા લોકો માટે હવે ચિંતાનો વિષય છે કેમ કે, આટલી મોંઘવારીમાં જ્યાં એક બાજુ પગાર વધતો નથી અને બીજી બાજુ બસ ભાડું વધશે તો તેમના ખિસ્સા પર માર પડશે.