GujaratAhmedabad

અમદાવાદ : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વૃદ્ધે ત્રણ વાહનોને અડફેટે લીધા, એક નું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અમદાવાદ શહેર થી સામે આવ્યો છે.

અમદાવાદના જૂના વાડજ સર્કલ દશામાના મંદિર નજીક ગઈકાલના સાંજના ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વૃદ્ધ ઇલેક્ટ્રિક કાર લઇને જઈ રહ્યા હતા તે સમયે તેમના દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા છ લોકો અડફેટે લેવામાં આવ્યા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મૃત્યુ નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા વૃદ્ધની અટકાયત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, અમદાવાદના જુના વાડજ સર્કલ નજીક દશા માતાના મંદિર નજીક ગઈ કાલ સાંજના ઓ‌વરસ્પીડમાં આવેલી એક કાર દ્વારા ત્રણ ટુવ્હીલર અને એક રિક્ષાને અડફેટે લેવામાં આવી હતી. ત્યારબાદ કાર થોડી આગળ જઈને ઉભી રહી ગઈ હતી. તેમ છતાં ટુવ્હીલર પર સવાર ત્રણ વ્યક્તિ અને રિક્ષાચાલક તથા તેમાં સવાર બે વ્યક્તિ રસ્તા પર પટકાયા હતા. તે દરમિયાન બે વ્યક્તિ પરથી કારનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

તેની સાથે આ અકસ્માતની ઘટનામાં સારવાર લઈ રહેલા ભોગીલાલ (ઉ.વ.55) નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અલકાબેન પરમાર (ઉ.વ. 45), જાનકીબેન પરમાર (ઉ.વ. 40), નર્મદાબેન સવાસિયા (ઉ.વ. 50) અને અન્ય બે લોકો સારવાર હેઠળ રહેલા છે.

તેમ છતાં અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઇને કારચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલામાં ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પહોંચી આવી હતી. જ્યારે અકસ્માત કરનાર કારચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કારચાલકનું નામ રમણ પટેલ છે અને તેમની ઉમર ૭૩ વર્ષ રહેલ છે. સાંજના સમયે તે થલતેજથી આવીને સોરાબજી કંમ્પાઉન્ડથી વાડજ સર્કલથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.