AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં BRTS બસે સગા ભાઈના જીવ લીધા પણ મેયર પ્રેસ કોન્ફરસમાં કહે છે “ઘટના બનાવની હતી એ પહેલાથી થોડી ખબર હતી”

ગઈકાલે સુરતમાં સીટી બસે એક પરિવારના 3 લોકોના જીવ લીધા હતા ત્યારે આજે અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર BRTS એ બે સગા ભાઈઓને અડફેટે લીધા હતા.અકસ્માતમાં નયન અને તેમના ભાઈ જયેશનું ઘટનાસ્થળે મોત થયું હતું. જાણકારી મુજબ મૃતકના પિતા ગિરસોમનાથમાં કોંગ્રેસના મહામંત્રી છે.

મૃતક નયનભાઈ ICICI તાલાળા બ્રાંચમાં નોકરી કરતા હતા અને અમદાવાદ આવ્યા હતા. તેમના ભાઈ જયેશ રામ સચિવાલયમાં નોકરી કરતા હતા. જયેશ નયનને ઓફિસે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે બેફામ brts બસે તેમના બાઈકને ટક્કર મારતા બન્નેના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બાઈક ચાલક જયેશ રામે હેલ્મેટ પણ પહેર્યું હતું. હાજર લોકોના કહેવા મુજબ પોલીસે આવવામાં ખુબ જ મોડું કર્યું હતું.

ઘટનાના સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જણાય છે કે બસે બાઇકને અડફેટે લીધા બાદ બસચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આટલું ઓછું નથી ત્યાં અમદાવાદના મેયરે પત્રકારોનાં ફોન ઉપાડવાનું બંધ કરીને પ્રેસકોન્ફરન્સ બોલાવી હતી.શરમજનક કહી શકાય એવું કૃત્ય કરતા મેયર પ્રેસ કોન્ફરન્સ પહેલા હસતા નજર આવ્યા હતા.

જયારે કોઈ બનાવ બને ત્યારે મેયર કહે કે હું કાર્યક્રમમાં હતી કે ફલાણું ઢીકણું હતું.પાછા મેયર ઠેકડી ઉડાડતા કહે છે કે આવી ઘટના બનવાની છે એ પહેલાથી થોડી ખબર હતી. મેયર અમદાવાદના છે પણ જયારે અમદાવાદમાં કોઈ બનાવ બને ત્યારે મેયર ને કઈ જ ખબર હોતી નથી.