AhmedabadCorona VirusGujaratMadhya Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેડ ન મળતા કોરોના દર્દીઓ 6 કલાક બહાર ઉભા રહયા, વિડીયો વાયરલ થતા તાત્કાલિક વ્યવસ્થા કરાઈ

અમદાવાદમાં કોરોનના ના કેસમાં હવે જંગી વધારો થયો છે.અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે અમદાવાદમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે.આ હોસ્પિટલમાં ફક્ત કોરોના ના જ દર્દીઓની સારવાર થશે.જો કે સિવિલ હોસ્પિટલની 2 બેદરકારી એક જ દિવસમાં સામે આવી હતી. પહેલી બેદરકારી ની વાત કરીએ તો કોરોના પોઝિટિવ પોલીસકર્મી ને જમીન પર સુવડાવતાં પોલીસે ફરિયાદ કરી હતી. રાત્રે તો એવી બેદરકારી સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.

સિવિલ હોસ્પિટલમાં 25થી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ ની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા.અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલ દ્વારા આટલી ગંભીર પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલ નીચે ખુલ્લામાં ઉભા હતા.

જેમાંથી એક કોરોના પોઝિટિવ દર્દીએ રાત્રે વિડીયો બાનવીને પોતાની વ્યથા ઠાલવી હતી.વીડિયોમાં સોનુ નગર નામની એક દર્દી કહે છે કે, અમે બપોરે 3 વાગ્યાથી અહીંયા ઉભા છીએ. અહીંયા એક વ્યક્તિ જ કેસ લખી રહ્યો છે.અમારી સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. દર્દી કહે છે કે,પાંચ કલાકથી અમારો કેસ ન નોંધાતા અમે બહાર જ ઉભા છીએ. મતલબ કે કોરોના પોઝિટિવ દર્દી 5 કલાકથી સારવાર વગર હોસ્પિટલની બહાર ઉભા છે.

સોનુ નાગર ના જણાવ્યા મુજબ તેમનો ટેસ્ટ બે દિવસ પહેલા કરાયો હતો અને 26 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.બાદમાં તંત્ર દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેઓ કેસ નોંધાવવા અંદર ગયા ત્યાં ભીડ હોવાથી તેમને બહાર ઉભા રહેવા કહ્યું હતું. દર્દીના જણાવ્યા મુજબ રાત્રે 8 વાગ્યે પણ બેડ ન મળતા આખરે વિડીયો બનાવીને વ્યથા રજૂ કરી હતી. દર્દીએ બનાવેલો વિડીયો ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો અને તંત્ર સુધી પહોંચતા આખરે મોડી રાત્રે દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ હતી.

અગાઉ પોલીસકર્મીએ પણ ફરિયાદ કરી હતી કે તેમને જમીન પર સુવડાવ્યા છે.બેડ નથી અને પંખાની પણ સુવિધા નથી.જો કે બાદમાં તંત્ર દોડતું થયું હતું અને પોલીસકર્મી માટે બેડ તેમજ એસી રૂમ ની વ્યવસ્થા કરાઈ હતી. પણ હવે સવાલ એ છે કે શું અમદાવાદમાં કોરોના ના દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે? શું 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે? આગામી 2 દિવસમાં 1200 બેડ ફૂલ થઇ ગયા પછી દર્દીઓને ક્યાં સારવાર આપવામાં આવશે?