અમદાવાદમાં આજે નોંધાયેલા 278 કોરોના પોઝિટિવ કેસના સરનામાં,ઉંમર સહિતની વિગતો જુઓ
કોરોના વાયરસથી અમદાવાદની હાલત સૌથી ખરાબ થઇ રહી છે.અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મૃત્યુ થયા છે.વધી રહેલા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો નથી. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 278 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં બેફામ બનેલા કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ બે IAS અધિકારીની નિમણૂંક કરાઈ છે.
સુરતમાં 33 અને રાજકોટમાં 04 પેશન્ટને રજા અપાઈ
આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 100થી વધુ કોરોનાના દર્દીને રજા આપવામાં આવી છે.તે દર્દીઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી એટલે નવી ગાઇડલાઇન મુજબ રજા આપવામાં આવી છે.
કેડિલા ફાર્માના વધુ 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધીમાં 35 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે.
તારીખ 1 મેનાં દિવસે ડિસ્ચાર્જ રેટ 15.58% હતો, જે બમણો થઈ ગયો!
રાજ્યમાં આજે 454 દર્દીને રજા આપી છે. 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે.રાજ્યમાં કુલ 8195 દર્દી નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 493 થયો છે