Uncategorized

અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ ચુંટણી લડવાનો કર્યો ઇનકાર, જાણો શું તેના પાછળનું કારણ?

લોકસભા ચૂંટણી 2024 ને લઇ કોંગ્રેસ દ્વારા 12 માર્ચના રોજ ગુજરાતમાં સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમ એક નામ રોહન ગુપ્તાનું પણ રહેલું હતું. જ્યારે હવે તેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રોહન ગુપ્તાની વાત કરીએ તો તે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાના હતા. પરંતુ રોહન ગુપ્તા દ્વારા અંગત કારણોસર ચૂંટણીનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ અંગેની જાણકારી રોહન ગુપ્તા દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી હતી. તેના સિવાય તેમના દ્વારા પિતાએ પણ તબીયત નાદુરસ્ત હોવાના લીધે પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, મારા પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિના લીધે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પરત ખેચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ રહેલ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદાવારને પંસદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થશે

નોંધનીય છે કે, રોહન ગુપ્તા રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા 20 જૂન 2022 ના રોજ બન્યા હતા. તેમ છતાં આ પહેલા તે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત રહેલા હતા. તેમ છતાં રોહન ગુપ્તા દ્વારા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યાના થોડા સમય બાદ જ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયક દ્વારા ચૂંટણી લડવા તૈયારી દર્શાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા મારફતે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. છે.

તેની સાથે ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય રાજકુમાર ગુપ્તા દ્વારા કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા દ્વારા 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ રાજીનામું આપવામાં આવ્યું છે. તેમની તબીયત નાદુરસ્ત હોવાના લીધે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચુકેલા હતા.