GujaratAhmedabad

અમદાવાદ : વાડજમાં નરાધમે બિસ્કીટ ખવડાવવા ની લાલચ આપી દોઢ વર્ષની બાળકીને ઘર લઈ જઈને દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જયારે અમદાવાદના વાડજથી આવી જ એક ઘટના સામે આવી છે. વાડજમાં એક લેબર કોલોનીમાં દોઢ વર્ષની બાળકી સાથે એક નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવાની બાબતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં એક શ્રમિક પરિવાર બાળકોને ઘરે મુકીને બહાર ગયેલું હતુ અને થોડીવારમાં પિતા પરત આવતા નાની દિકરી ઘરમાં ન જોવા મળતા આજુબાજુમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ કરતા દિકરી નજીકના એક ઘરની બહાર લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું ત્યાં રહેનાર પશ્ચિમ બંગાળના એક શ્રમીક યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

તેની સાથે જણાવી દઈએ કે, આરોપી છેલ્લાં 2-3 દિવસથી ઘરે જ રહેતો હતો અને સોમવારના તે બાળકીને બિસ્કીટ ખવડાવવાનું કહીને પોતાના ઘરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમ છતાં બાળકીને લોહી નિકળતા તે રડવા લાગતા તેને બહાર મુકી ચાલ્યો ગયો હતો.

આ મામલામાં વાડજ પોલીસને જાણ થતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી નરાધમ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીનું નામ જય પંચનન હલદર અને તે પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે. આરોપી છેલ્લા ઘણાં મહિનાઓથી અમદાવાદમાં રહી રહ્યો અને મજૂરી કરી રહ્યો હતો. જયારે તે પોતે અપરિણીત રહેલ છે. હાલમાં આ મામલે પોલીસે બાળકી અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.`