અમદાવાદમાં આજ સુધીનો સૌથી ભયાનક અકસ્માત: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઉભેલા લોકો પર 160 ની સ્પીડે આવતી જેગુઆર કાર ફરી વળી, પોલીસકર્મી સહિત 9 લોકોના મોત
અમદાવાદમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત નિ ઘટના બની છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં આજ સુધીનો સૌથી ભયાનક અકસ્માત છે.જેમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. પુરપાટ સ્પીડે આવી રહેલી કારે આ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો 20-30 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.
ઘટનાની વિગતો મુજબ,ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર અથડાઇ હતી જે અકસ્માત જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે એ લોકોને પણ ખબર ન હતી કે તેઓ પણ અકસ્માત નો ભોગ બનવાના છે.લોકો અકસ્માત જોતાં હતા ત્યારે જ કર્ણાવતી ક્લબ તરફથી પુરપાટ સ્પીડે આવતી જેગુઆર કાર આ લોકો પર ફરી વળી હતી. કહેવાય રહ્યું છે કે જેગુઆર કારની સ્પીડ 160 આસપાસ હતી અને તે અક્સમાટ જોવા ભેગા થયેલા લોકો પર ફરી વળી હતી. જેમાં ન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે અને 10 લોકો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી રહ્યા છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને લોકો ભેગા થઈ ગયા હતા.જેગુઆર કાર ચલાવનાર ગોતા વિસ્તારના જાણીતા વ્યક્તિનો પુત્ર હોવાની વાત પણ સામે આવી છે. કારમાં અન્ય યુવક અને યુવતી પણ હતા. કારચલક ને પણ ઇજા થઈ હોવાથી તેને પણ સારવાર અર્થે ખસેડાયો છે.
અકસ્માત બાદ રસ્તા મૃતદેહો ના ઢગલા થઈ ગયા હતા. કોઇ નો મૃતદેહ કાર ના બોનેટ પર હતો તો કોઇ લોહીના ખાબોચિયામાં હતું. વરસાદી માહોલ હોવાથી રસ્તા પર ડરનો માહોલ જોવા મળ્યો હતો. મૃતકોમ નિરવ, અક્ષય ચાવડા, રોનક વિહલપરા,ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ), કૃણાલ કોડિયા,અમન કચ્છી,અરમાન વઢવાનિયા નો સમાવેશ થાય છે.