GujaratAhmedabad

અમદાવાદના નેહરૂનગરમાં રાત્રીના કાર BRTS ની રેલીંગમાં ઘુસી જતા સર્જાયો અકસ્માત, એક યુવકના પગમાં ઘુસ્યો સળિયો

રાજ્ય સહિતસમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોનીબેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલનાસમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માંબનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદના નેહરૂનગર વિસ્તારથી સામે આવ્યો છે.

અમદાવાદમાં નેહરૂનગર વિસ્તારમાં રાત્રી સમયે એક કારનો ભયંકર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં કાર ચાલક દ્વારા બેલેન્સ ગુમાવતા કાર BRTS ની રેલીંગ તોડી અંદર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તેના લીધે એક વ્યક્તિનાં પગમાં રેલીંગનો સળીયો ઘુસી જતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી કારમાંથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ગઈ કાલ રાત્રીના (શનિવાર) નેહરૂનગર પાસે એક કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી નહેરૂનગરથી શિવરંજની તરફ જઈ રહ્યો હતો. તે સમયે ઉમિયા વિજય સોસાયટી આગળથી પસાર થઈ રહ્યો તે સમયે કાર ચાલક દ્વારા અચાનક કાર પરથી ગુમાવી દેવામાં આવ્યો હતો. તેના લીધે કાર બી.આર.ટી.એસ. રેલિંગને અથડાઈ ગઈ હતી. જેના લીધે કારમાં બાજુમાં બેઠેલા યુવક ઈજા પહોંચી હતી.

જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર ચાલકની બાજુમાં બેઠેલ યુવકનાં પગના સાથળના ભાગમાં રેલીંગનો સળીયો પગના સાથળના ભાગમાં ઘુસી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર લોક થઈ જતા ફાયર બ્રિગ્રેડ ની ટીમ દ્વારા તેને બહાર કાઢી 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ મામલામાં પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.