
અમદાવાદમાં એક યુવાનને રોમિયોગીરી ભારે પડી છે. શાળાએ જનારી બે સગી બહેનોને હેરાન કરનાર યુવાનને જાહેરમાં મારવામાં આવ્યોની ઘટના સામે આવી છે. આ યુવાનની વાત કરીએ તો તે બન્ને બહેનોને શાળાએ જતા સમયે ખૂબ હેરાન કરતો હતો અને એક વખત તેને કિસ કરવાનો પણ પ્રયાસ પણ કર્યો હતો. એવામાં આ વાતથી કંટાળીને એક દિવસ બંને બહેનો દ્વારા જાહેરમાં આરોપીને માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જેમાં બે બહેનો મળીને છેડતી કરનાર છોકરાને માર મારતી જોવા મળી રહી છે. તે સમયે અન્ય લોકો પણ યુવાનને ધમકાવતા જોવા મળ્યા હતા.
જ્યારે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં શાળાનો ડ્રેસ ફએર્લ છોકરીઓ દ્વારા બેલ્ટથી નીચે પડેલા યુવાનને માર મારવામાં આવી રહ્યો છે. બંને છોકરીઓ દ્વારા યુવાનને લાતો પણ માર મારવામાં આવી રહી અને અંતે યુવાન દ્વારા પોતાની ભૂલની માફી પણ માંગી લેવામાં આવી હતી.
તેની સાથે જાણકારી મળી છે કે, અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. છોકરીની માતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ છોકરો રોજ મારી દીકરીઓનો પીછો કરતો અને રસ્તામાં તેમને હેરાન કરતો રહેતો હતો. એવામાં સવારે જ્યારે નાની પુત્રી સાઇકલ પર શાળાએ જઈ રહી હતી તે સમયે આ છોકરા તેને બળજબરીથી પકડી ગિફ્ટ આપી હતી. પરંતુ મારી છોકરી ગીફ્ટ લેવાની ના પાડી તો તેણે જબરદસ્તી મારી છોકરીની બેગમાં રાખી દીધી અને તેને પકડીને કિસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
જ્યારે આ ઘટના બનતા દુઃખી દીકરી ઘરે આવીને તે રડવા લાગી હતી. શુક્રવારના પણ ફરી એકવાર તેના રસ્તો રોકીને છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન તેની સાથે મોટી બહેન પણ રહેલી હતી અને બન્ને બહેનો દ્વારા મળીને બેલ્ટ વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો.