AhmedabadGujarat

અમદાવાદીઓ ચેતી જજો! ટ્રાફિકના નિયમો તોડતા પહેલા આ સમાચાર જરૂર વાંચો…..

અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનાર લોકો ચેતી જજો કેમ કે આ સમાચાર તમારું ટેન્શન વધારી શકે છે. ગુજરાતમાં ટ્રાફિક ચલણ માટે અમદાવાદ ની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ ની શરૂઆત કરવામાં આવી હતી. હવે જો 90 દિવસમાં તમે ઈ-મેમો ભરશો નહીં તો તમારા ઘરે કોર્ટની નોટિસ આવી જશે. જ્યારે દેશના કોઈ પણ રાજ્યમાં ટ્રાફિકનો નિયમ તોડશો તો તમારા નામે ઈ-મેમો ફાટી જશે.

તેની સાથે ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં તમે ચૂકવશો નહીં તો તમને ટ્રાફિક કોર્ટમાંથી મેમો આવશે. ટ્રાફિક પોલીસ અને RTO ના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ નું સફળ સંકલન કરાયું છે. તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, ઈ-ચલણ દંડની રકમ 90 દિવસમાં ચુકવણી કરવામાં આવશે નહીં તો ટ્રાફિક કોર્ટ દ્વારા જે તે વ્યક્તિના ઘરે ચલણની નોટિસ મોકલી દેવામાં આવશે. આ સિવાય વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા પણ નોટિસ ફટકારાશે.

જ્યારે શહેરમાં પહેલા માત્ર ટ્રાફિક ના 3 નિયમો તોડનારા ને જ ઈ-મેમો મોકલવામાં આવતા હતા. હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિક ના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઈ-મેમો મોકલાશે. તેના માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા પણ લગાવી દેવાયા છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, ટુ વ્હિલર બે કરતા વધુ હોય ગતિ મર્યાદા યોગ્ય નહીં હોય તો ઈ-મેમો તમારા ઘરે આવી જશે. આ સિવાય રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારાશે. ફોર વ્હીલર માં ચાલક દ્વારા સીટ બેલ્ટ પહેર્યો ના હોય અને બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું ના હોય તો તમારા ઘરે ઈ-મેમો આવી જશે.  શહેરમાં નિયમ કરતા વધુ વાહનોની સ્પીડ, રોંગ સાઈડ માં વાહન ચલાવતા પકડાશે તો પણ તમારા ઘરે ઈ-મેમો આવી જશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે