AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ચોમાસાને લઈને કરી આગાહી, આ જિલ્લાઓમાં ૧૬ તારીખથી વરસાદી માહોલ બનશે

રાજ્યમાં સતત ગરમીની વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહીના આધારે દેશમાં કેરળ-કર્ણાટકમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદ વરસી શકે છે. જ્યારે ગુજરાતમાં 3 થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ બની શકે છે. તેમ છતાં એક વાત સ્પષ્ટ છે કે, હજુ થોડા દિવસ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગરમીમાં વધારો થશે. જ્યારે 4 થી 10 જૂન સુધીમાં ચોમાસુ નિયમિત આગળ વધતું રહેશે. તેની સાથે હાલનો વરસાદ અરબ સાગરના ભેજ અને પવનના લીધે થશે. જ્યારે અરબ સાગરમાં 3 થી 7 જૂન સુધીમાં હવાનું હળવું દબાણ જોવા મળશે. તેના લીધે જો ચક્રવાત સર્જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 16 જૂન સુધીમાં વરસાદી માહોલ બનવાની શક્યતા રહેલી છે.

નોંધનીય છે કે, દેશમાં કેરળ-કર્ણાટકમાં આગામી બે ત્રણ દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં ચોમાસું ખેંચાય તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 3 થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે

તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 6 જૂનથી ત્રણ દિવસ માટે ગરમી જોવા મળશે. મધ્ય ગુજરાતનાં જિલ્લાઓમાં ભારે ગરમી જોવા મળશે. જ્યારે 4 થી 10 જૂન સુધીમાં ચોમાસું નિયમિત આગળ વધવા લાગશે. આ વરસાદ અરબ સાગરનાં ભેજ અને પવનનાં લીધે થશે. અરબ સાગરમાંથી 3 થી 7 જૂન સુધીમાં હવાનું હળવું દબાણ જોવા મળશે. તેના લીધે ચક્રવાત સર્જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગમાં વરસાદ વરસી શકે છે. એવામાં 16 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદની આગાહી કરી છે.