AhmedabadGujarat

અંબાલાલ પટેલે કરી આગાહી, મે મહિનાના અંતમાં વરસશે વરસાદ

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ હવામાં ભેજનું પ્રમાણ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વધી રહ્યુ છે. જેના કારણે ગરમી સાથે બફારો પણ રાજ્યના લોકોએ સહન કરવો પડી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મહિનાના અંતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 25 થી 29 તારીખના રોજ ભારે વરસાદની શક્યતા રહેલી છે.  તેની સાથે થરાદ, અરવલ્લી, સાબરકાંઠા ની સાથે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, નડિયાદમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ દ્વારા વરસાદની સંભાવના ને જોતા જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ બને તેવી શક્યતા  છે. તેમના દ્વારા રોહિણી નક્ષત્ર ની સ્થિતિને જોતા પ્રિ-મોનસુન માં ચોમાસા જેવી સ્થિતિ બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા ભયાનક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પહેલા ઉત્તર-પશ્ચિમમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે . વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના લીધે રાજ્યમાં ભારે પવન નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દરિયાકાંઠે મીની વાવાઝોડું ફૂંકાશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ-પશ્ચિમ ૬૫ કિ.મી.સુધીની ઝડપ સાથે મીની વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસા પહેલા વાવાઝોડાને બદલે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે. તેના લીધે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા.૨૬ મે સુધી 30 થી 40 કિ.મી.ની ઝડપે તથા દરિયાકાંઠે ૬૫ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. તેના લીધે ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયો ખેડવા મનાઈ ફરમાવી છે. આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઈ ને પશ્ચિમી તરફ વળી છે અને અરબી સમુદ્ર ઉપરથી વધુ તેજ ગતિએ પવન પણ ફૂંકાયો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે